માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે કાળી ચૌદસના મેળામાં મંદિરમાં દર્શન કરીને સૌને શુભકામનાઓ આપી.
આજરોજ ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે ચીખલી તાલુકાના મજિગામ ખાતે અતિ પ્રાચીન ભગવાન મલ્લિકાર્જુન મહાદેવના મંદિરમાં દર્શન કર્યા. તેમણે આવતી કાલના નવા વર્ષ માટે પ્રભુ પાસેથી સૌ લોકોને સુખમય અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરી.
કાળી ચૌદસના મેળા નિમિત્તે આયોજિત ભોજન સમારંભમાં તેમણે રસોડાની મુલાકાત લીધી અને મંદિરના આસપાસના તળાવને ફરતે બનાવવામાં આવેલા વોક-વેના કામની સમીક્ષા કરી.
Comments
Post a Comment